Thursday, May 17, 2012

Late Ramesh Parekh- poet, shayar with insight.


સ્વ. રમેશ પારેખ ની રચના ની ઝલક -
"બજાર માં થી હું ચશ્મા નવા લઈ આવ્યો ,
ને બિલ પેટે મારી બેઉ આંખ દઈ આવ્યો ."

"આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહી,
આ ચહેરા પર બીજો ચહેરો ચીપકાવી દે, કહેવાય નહીં.

"ખુલ્લી તલવાર જેવી છોકરી"
"સીટ્ટ્ટી નો હીંચકો બનાવી તને ઝુલવૂ."

"ન હોત પ્રેમ તો શું હોત, છાલ થોડી જાડી હોત,
હું હોત વૃક્ષ ને હે દોસ્ત, તું કુહાડી હોત."

"કલમ અને આંગળી નું ટેરવું ઍકાકાર થઈ જાય,
છતાંયે બચબચ ધાવ્યા જ કરે."

"રૉજ઼ ઍક પુસ્તક ચશ્મા પહેરીને
ખૂણે ખાંચરે થી દુનીયાને વાંચે.....
અને આપણને લાગે કે આપણે ઍને વાંચી રહયા છીયે."

શાયર આદીલ નો આ શેર, રમેશ ને માટે જ જાણે હોય-
"સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને "આદિલ",
જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે."

મનહર મોદી નો ઍક મોતી-
"મેં મને ખુબ ધૂંટ્યો સે
ને મને આવડી ગયો છું હું."

No comments: