Wednesday, October 24, 2012

JIVAN KAVITA

જીવન જીવવું 
૧ નવેંબર ૨૦૧૧ ઘાટકોપર , મુંબઇ 

જીવન ઍટલે જેમ સાગર માં જાવું , 
ભરતી માં ના ભારે થાવું , ઓટમાં ના ઑટવાઇ જાવું , 
ઉછળ્યા વીરમ્યા કરે મોજા સાગર માં ,
રામ રાખે આપણને આપણે ઍમ રેતા થાવું .

લાંબા સાથે ના લાંબુ થાવું , ટૂંકા સાથે ના ટૂંકા થાવું ,
છત માં ડિઝની લેંડ સાંભરવું , દુ:ખ માં શીદ ગાંગરવું ,
વસંત માં ના અતિ ફોરમવું , પાનખર માં શીદ કરમાવું ,
મેઘ હોય કે ન હોય આપણે મલ્હાર માં રહેવું ,
ચાંદ ઉગ્યા આથમ્યા કરે આપણે ચાતક શીદ થાવું ,
રામ રાખે આપણને આપણે ઍમ રેતા થાવું .

વિચાર ટપકે કે વહે લેખણી થી, છંદ નો છંદ ના કરવું ,
બારી, દરવાજા ખોલ - બંધ થાય , વ્યોમ માં આપણે વિહરવું ,
સંજોગ વિરહ-મીલન ભલે થાય, આપણે સમતા માં વિચરવું ,
શ્વાસો ચાલે લાંબા ટૂંકા કે જાય થંભી આપણે ના ઉભા રહેવું ,
પરિવર્તનશીલ જગત માં આપણે નિત્ય પર ધ્યાન દેતા રહેવું ,
રામ રાખે આપણને આપણે ઍમ રેતા થાવું .
premji
22 oct. 2012
originally nov. 2011

No comments: