સમાજ ખરેખર ક્યારે વિકસિત કહેવાય એ સમજાવતી આજ ની વાત..
કોઇ એક નાનુ શહેર અતી સમૃધ્ધ હતું. શહેરના નાના મોટા તમામ લોકો આનંદથી પોતાનું જીવન વ્યતિત કરતા હતા.
આ નાના શહેરના વિકાસથી પ્રભાવિત એક વ્યક્તિએ નક્કી કર્યુ કે મારે આ શહેરની સમૃધ્ધિ અને શહેરમાં વસતા લોકોના આનંદનું રહસ્ય જાણવું છે.
આ માણસ શહેરની મુલાકાતે આવ્યો અને શહેરમાં પ્રવેશતા જ એક આલીશાન કોફી શોપ જોઇને ત્યાં ગયો. એમને થયુ કે અહીંયા જ થોડો સમય બેસુ અને આવતા જતા લોકોનું નિરિક્ષણ કરુ, કદાચ લોકોનાવર્તન પરથી હું મારા સવાલના જવાબ મેળવી શકીશ !
કોફી શોપમાં દાખલ થઇને એ એક ટેબલ પર બેસી ગયો અને એક કોફીનો ઓર્ડર આપ્યો. થોડીવારમાં એક સુખીસંપન્ન દેખાતો માણસ કોફી શોપમાં આવ્યો. વેઇટર એની પાસે ઓર્ડર લેવા ગયો એટલે એમણે બેકોફીનો ઓર્ડર આપ્યો અને બોલ્યો , " એક મારા માટે અને એક પેલી દિવાલ પર. " આ સાંભળીને મુલાકાતી તો મુંઝાયો એને કંઇ સમજ ન પડી આથી એ જોવા લાગ્યો કે વેઇટર શું કરે છે ?
થોડીવાર પછી વેઇટર એક કપ કોફી પેલા અમીર માણસના ટેબલ પર મુકી ગયો અને કોફી લખેલી એક નાની ચીઠી સામેની દિવાલ પરના બોર્ડમાં ચોંટાડી આવ્યો. મુલાકાતી આ હરકત જોઇને વધુ મુંઝાયો.
થોડા સમય પછી એક મજુર જેવો દેખાતો માણસ કોફી શોપમાં દાખલ થયો. વેઇટરે પુરા આદર સાથે એને પણ કોફીશોપમાં આવકાર્યો અને ઓર્ડર લેવા એમની પાસે ગયો. પેલા મજુર જેવા દેખાતા માણસેવેઇટરને ઓર્ડર આપતા કહ્યુ , " સામેની દિવાલ પરથી એક કોફી." વેઇટર સામેની દિવાલ પાસે ગયો. ત્યાં બોર્ડ પર ઘણી બધી ચીઠ્ઠીઓ ચોંટાડેલી હતી તેમાંથી કોફી લખેલી એક ચીઠ્ઠી લઇને ફાડી નાંખી અનેએક કપ કોફી મજુરના ટેબલ પર આવીને મુકી ગયો.
મુલાકાતીને એ નાના શહેરની સમૃધ્ધિ , વિકાસ અને લોકોના આનંદના કારણનું રહસ્ય આ એક જ ઘટનાથી સમજાઇ ગયુ.

No comments:
Post a Comment